What We DoWe do what we are & we are what we do

શ્રી એસ.કે.વી. વિધાલય એક સ્વનિર્ભર શાળા છે. શાળા દ્વારા આજુબાજુના ૧૪ ગામના વિધાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. બાળકો પાસેથી કોઇ જ પ્રકારની શૈક્ષણિક ફી લેવામાં આવતી નથી. આજુબાજુ ના ૧૪ ગામો માંથી વિધાર્થીઓને શાળાએ આવવા માટે સ્કુલ બસ ની વ્યવસ્થા વિનામુલ્યે આપવામાં આવે છે. આ શાળા માં ગુજરાતી માધ્યમમાં બાલમંદિર થી ધોરણ ૧૨ સુધી તથા અંગ્રેજી માધ્યમ માં એલ.કે.જી. થી ધોરણ ૧૦ સુધી શિક્ષણ આપવામાં આવે છે. શાળા ના વહિવટી તંત્ર તરફથી શાળાને ધોરણ ૬ થી ધોરણ ૧૦ સુધી સ્માર્ટ ક્લાસ તથા ઇ-લર્નીગની સુવિધા આપવામાં આવેલ છે. જે વિધાર્થીઓના વિકાસ માટે અગત્યનું માધ્યમ પુરુ પાડે છે.


વિધાર્થીઓ માટે સ્કુલ ના ત્રણ સુખ સગવડ ભરેલા બિલ્ડીંગ છે. વિવિધ સુખ સુવિધાઓ સાથે અહીં ગુણવતા સભર શિક્ષણ આપવામાં આવેલ છે. જેમા ફક્ત શિક્ષણ માંજ નહી વિવિધ રમતોમાં પણ શાળાએ નામના મેળવેલ છે. ખેલ મહાકુંભ માં વિધાર્થીઓની સંખ્યા તથા તેમા સારા દેખાવ માટે ગુજરાત સરકાર દ્વારા બે કોચ (બેડમિન્ટન અને વોલીબોલ) આપણી શાળાને મળેલ છે. આ શાળાના વિધાર્થીઓ શૈક્ષણિક , સાંસ્કૃતિક તેમજ રમત ગમત માં પણ આગળ છે.


સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ પૂરુ પાડવામાં આવે છે.





Contact UsWelcome to our SKV Vidhayalaya. We are glad to have you around.

© 2017 SKV Vidhayalaya. All Rights Reserved | Design by iTechputer IT Solution