About UsExperience a good Education

Who We Are

શાળાનું નામકરણ શ્રી લિગ્નાઈટ પ્રાથમિક શાળા- પાન્ધ્રો કરવામાં આવ્યું હતું. શાળાની શરૂઆત શ્રી એમ.એચ.જોષી સાહેબ અને શ્રીમતી એમ.કે. શિનોરા એ ૧૮ વિધાર્થીઓ સાથે કરી હતી. વર્ષ ૧૯૮૩ માં શાળા ની મંજુરી લેવામાં આવી. ૧૯૮૬ માં શાળા સેન્ટ ઝેવિયર્સ સંસ્થા ને સોપાઈ ત્યાર બાદ શાળામાં ફાધર મેથ્યુ યુલીકલે શાળાનો વહીવટ સંભાળ્યો અને સાથે તેમણે અંગ્રેજી માધ્યમ ની શરૂઆત પણ કરી.


૧૯૮૯ માં આ શાળા જી.એમ.ડી.સી. દ્વારા પુન: સંભાળી લેવાઇ. શાળામાં આચાર્ય તરીકે શ્રી કે.એન. પરમાર સાહેબે કાર્યભાર સંભાળ્યો ફકત બે શિક્ષકો દ્વારા શરૂ થયેલ આ શાળામાં ૫૦ શિક્ષકોનો સ્ટાફ થયો. કચ્છના ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણવર્મા ના નામ પરથી શાળાનું નામ લિગ્નાઈટ પ્રાથમિક શાળા બદલી તા.૧૮/૦૯/૧૯૯૧ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા વિધાલય (એસ.કે.વી. વિધાલય) રાખવામાં આવ્યું.


શાળામાં ગુજરાતી માધ્યમમાં માધ્યમિક વિભાગ ૧૯૮૮ થી શરૂ કરવામાં આવ્યું હતું. અંગ્રેજી માધ્યમ માં માધ્યમિક વિભાગ ૧૯૯૬ થી શરૂ કરવામાં આવ્યો. શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ની શરૂઆત ૨૦૦૦ થી કરવામાં આવી.


શાળા એ રમતગમત ક્ષેત્રે પણ ઘણી સિધ્ધિઓ મેળવી છે. હાલ સુધીમાં શાળામાં ૧૦૯૦૦ જેટલા વિધાર્થીઓ એ પ્રવેશ મેળવી શિક્ષણ લીધો છે. હાલમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગમાં ૨૧ શિક્ષકો, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માધ્યમિક વિભાગમાં ૧૫ શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫ શિક્ષકો કાર્યરત છે. હાલ વર્ષ-૨૦૧૮ માં ૧૨૮૦ વિધાર્થીઓ શિક્ષણ મેળવે છે.


શાળાને શ્રી એમ.એચ.જોષી, ફાધર મેથ્યુ યુલીકલ, શ્રી કે.એન. પરમાર અને શ્રી પી.જી. બીલવાલ જેવા કર્મઠ આચાર્યશ્રીઓનું માર્ગદર્શન મળેલ છે.


હાલ આપણી શાળામાં ધોરણ ૧ થી ૧૨ ગુજરાતી માધ્યમ અને ધોરણ ૧ થી ૧૦ અંગ્રેજી માધ્યમ કાર્યરત છે. આજુબાજુના ગામડાઓના વિધાર્થીઓ પણ આ શાળામાં શિક્ષણ મેળવી રહ્યા છે.

Play, explore and learn.

Experience a good Education





Contact UsWelcome to our SKV Vidhayalaya. We are glad to have you around.

© 2017 SKV Vidhayalaya. All Rights Reserved | Design by iTechputer IT Solution