આ શાળાની સ્થાપના તા. ૧૮/૦૬/૧૯૮૧ ના રોજ પાન્ધ્રો માઇન્સ ખાતે કરવામાં આવી. જી.એમ.ડી.સી. પાન્ધ્રો પ્રોજેકટના પ્રો.મેનેજર શ્રી એસ.કે.દિવાન સાહેબ, માઈન્સ મેનેજરશ્રી એસ.એન.માથુર સાહેબ, વહીવટી અધિકારીશ્રી આર.સી.શાહ સાહેબ તેમજ શ્રી કે.એન. લિમ્બાડીયા સાહેબે તેની સ્થાપના કરી. સ્થાપના વખતે આ ટ્રસ્ટ નું નામ “શ્રી લિગ્નાઈટ એજ્યુકેશન ટ્રસ્ટ” રાખવામા આવ્યું હતું.